તિલકવાડા તાલુકાની અશ્વિની નદીના કોઝવે પર ફસાયેલા વ્યક્તિનું પોલીસ અને SDRFની ટીમ દ્વારા રાત્રિના સમયે સફળ રેસ્ક્યુ કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ગતરોજ સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે તિલકવાડા તાલુકાના રામપુરી – પીંછીપૂરા ગામને જોડતા અશ્વિની નદી ઉપર આવેલા કોઝ વે પરથી બોલેરો ગાડી લઈને પસાર થઈ રહેલી એક વ્યક્તિ ફસાઈ હોવાનો મેસેજ તાલુકા મામલતદાર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કન્ટ્રોલરૂમને પ્રાપ્ત થયો હતો. જેના અનુસંધાને ગરૂડેશ્વર તાલુકામાં કાર્યરત SDRF ટીમનો તિલકવાડા મામલતદાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. SDRF ટીમે તિલકવાડા પોલીસ વિભાગના સંકલનમાં રહીને તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચીને બચાવ ટીમ દ્વારા રાત્રિના ૨૩.૩૩ કલાકે રબર બોટ મારફત બચાવ કામગીરી શરૂ કરી હતી. રાત્રિના ૨૩.૫૮ કલાકે પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને બહાર લાવી બચાવ કામગીરી સફળતા પૂર્વક પાર પાડી હતી. આ વ્યક્તિની પૂછપરછ કરતા રવિરાજ મીના જણાવેલ હતું
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel