NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લાના ૪૪ જેટલા અમલીકરણ વિભાગોની સરકાર દ્વારા મળતી અનેક જનહિતકારી યોજનાઓ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ

રાજપીપલા : જુનેદ ખત્રી

ભરૂચના સાંસદશ્રી અને નર્મદા જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તે જોવા સાંસદએ ખાસ અનુરોધ કર્યો હતો.

છોટાઉદેપુરના સાંસદ અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના સહ અધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખઓ, આમંત્રિત સભ્યઓ, સહિત સમિતિના અન્ય સભ્યો, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં જિલ્લાના ૪૪ જેટલા વિભાગોએ સરકાર દ્વારા મળતા અનેક જનહિતને લગતી યોજનાઓ અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં સાંસદએ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વીજ વિભાગ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરી સાંસદ મનસુખભાઈ વસાવાએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

બેઠક જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિસ્તૃતમાં સમજણ પૂરી પાડી હતી.  આ અભિયાન અંગેની મહત્વતા સમજાવતાં સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે દેશ પ્રત્યે દરેક નાગરિકોને પ્રેમ અને એકતા જાળવી રાખવા માટે સરકારનો આ સરાહનીય પ્રયાસ છે ત્યારે આ કાર્યક્રમની ઉજવણી જિલ્લામાં ઉત્સાહભેર કરવા માટેનો અનુરોધ કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!