
નર્મદા જિલ્લામાં કુલ 4.39 લાખ મતદારો , આગામી ૨૬મી એપ્રિલે મતદાન અને તા. ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત તા.૨૬ એપ્રિલ-૨૦૨૬, રવિવારના રોજ મતદાન યોજાનાર છે અને ૨૮ એપ્રિલ-૨૦૨૬, મંગળારે મતગણતરી પ્રક્રિયા યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે વિગતવાર માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારમિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પંચાયત મતદાર વિભાગની કુલ-૨૨ બેઠકો તથા નાંદોદ તાલુકાની ૧૮, તિલકવાડા તાલુકાની-૧૬, ગરૂડેશ્વર તાલુકાની-૧૬, દેડિયાપાડા તાલુકાની-૧૮, ચીકદા તાલુકાની-૧૬ અને સાગબારા તાલુકાની ૧૮ એમ કુલ ૧૦૨ બેઠકો તથા રાજપીપલા નગરપાલિકા ૭ વોર્ડની ૨૬ બેઠકોની ચૂંટણી થનાર છે.
વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકામા પુરૂષ ૧૧,૮૮૪ સ્ત્રી ૧૨,૮૭૩ તથા અન્ય-૧ મળી કુલ ૨૪,૦૫૮ મતદારો તથા પંચાયત ચૂંટણીઓ માટે પુરૂષ ૨,૦૯,૯૪૩ સ્ત્રી ૨,૦૫૭૫૮અને અન્ય -3 એમ કુલ મળી ૪,૧૫,૭૦૪ મતદારો મતદાન કરનાર છે. રાજપીપલા નગરપાલિકા ચૂંટણી માટે કુલ ૨૯ મતદાન મથકો અને ૨૯ મતદાન મથકો તથા જિલ્લા/તાલુકાના પંચાયત ચૂંટણી માટે કુલ ૬૦૭ મતદાન મથકો નિયત કરવામાં આવેલ છે.
નર્મદા જિલ્લાના કુલ ૬૩૬(૨૯ મતદાન મથકો તથા જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી માટે ૬૦૭) મતદાન મથકો ખાતે કુલ ૩૬૫૦ મેનપાવરની ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જ્યારે પોલિસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૧૭૬૨ મેન પાવર ફરજ બજાવનાર છે. આ સિવાય પોલીસ વિભાગ દ્વારા કુલ ૫૪ જેટલા રૂટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે.
મતદાન મથકે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પ્રાથમિક દવાઓ, ઓઆરએસ, વાયોટીક દવાઓ સાથેની કીટ તૈયાર કરવામાં આવેલ છે. મતદાન મથકો ખાતે મતદાન ટુકડીને લાવવા લઈ જવા માટે કુલ ૧૮૦ બસ-રૂટ-જીપ-રૂટ નિયત કરવામાં આવેલ છે.
જિલ્લા/તાલુકા પંચાયત મતદાર મંડળ માટ એકુલ ૧૪૯૮ બેલેટ યુનિટ અને ૧૪૯૮ કન્ટોલ યુનિટ તથા નગરપાલિકા મતદાર મંડળ માટે કુલ ૫૩ બેલેટ યુનિટ ૪૫ કન્ટોલ યુનિટ ફાળવવામાં આવેલ છે.
જિલ્લાની રાજપીપલા નગરપાલિકા તથા જિલ્લા/તાલુકાની મંડળના મતગણતરી રાજપીપલામાં કિચન હોલ, આદર્શ નિવાસી કુમાર શાળા, નાંદોદમાં આનંદ ભવન શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયમ મહાવિદ્યાલય વડિયા, તિલકવાડામાં રાધાબા હોલ, શ્રી કે.એમ.શાહ. હાઈસ્કુલ, ગરૂડેશ્વરમાં તાલુકા સેવા સદન, બીજો નાળ, હોલ નં-૧, મામલતદાર કચેરી દેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળા, સાગબારા સરકારી વિનયન કોલેજ અને ચીકદા આશ્રમ શાળા રેલ્વા ખાતે ડિસ્પેચિંગ, રિસીવિંગ અને મતગણતરી કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવેલ છે.
પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા સ્થાનિક નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે.




