DEDIAPADANARMADA

ચિકદા ખાતે આમ આદમી પાર્ટી ની સંકલન સમિતિ ની બેઠક મળી.

ચિકદા ખાતે આમ આદમી પાર્ટી ની સંકલન સમિતિ ની બેઠક મળી.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 21/05/2026 – ચિકદા તાલુકા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લા સંગઠન પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચર્ચા કરવામાં આવી

 

ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી પાર્ટીની સંકલન બેઠકમાં ચિકદા તથા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના હોદ્દેદારોની પસંદગીની ચર્ચા કરવામાં આવી

 

ચિકદા તાલુકા પંચાયત માટે રમેશભાઈ વસાવાને પ્રમુખ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સાથે તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તેમજ ન્યાય સમિતિના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી હતી.

 

બીજી તરફ ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં પ્રેમિલાબેન કનુભાઈ વસાવાની તાલુકા પંચાયત પ્રમુખ પદે જવાબદારી સોંપવાની ચર્ચા કરવામાં આવી, બેઠક દરમિયાન વિવિધ હોદ્દાઓ અંગે ચર્ચા કરી જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી

 

જો કે હાલ આ નિર્ણય આમ આદમી પાર્ટીની આંતરિક બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. હાલ પાર્ટી દ્વારા બંને તાલુકા પંચાયતોમાં કોને કયા પદની જવાબદારી સોંપવી તે અંગે અંતિમ નિર્ણય 23 તારીખે નક્કી થશે

Back to top button
error: Content is protected !!