NANDODNARMADA

ચૈતર વસાવાની લડત બાદ તંત્રની કાર્યવાહી : રાજપીપળાના માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ચૈતર વસાવાની લડત બાદ તંત્રની કાર્યવાહી : રાજપીપળાના માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

રાજપીપલાની માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ સામે રાજપીપલા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રાજપીપળા પોલિસ મથકમાં માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ડો.અનિલ કેસરે માં કામલ ફાઉન્ડેશન નામની બુક્લેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી.અને વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે ૧,૭૪,૨૦૦ તથા ૬,૫૦૦ રૂપિયા લીધા હતા. ફી લીધા છતાં પણ કોર્ષ પુર્ણ કર્યો ન હતો અને સાથે સાથે પરીક્ષા પણ અપાવી ન્હોતી તેમ છતાં વિદ્યાર્થીઓને કોઈ સર્ટિફિકેટ, માર્કશીટ નહિ આપી છેતરપિંડી કરી હતી રાજપીપળા પોલીસે ડો.અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

 

નર્મદા જિલ્લાના ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ પાસેથી નર્સિંગ કોર્ષના નામે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધા બાદ યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સર્ટિફિકેશનની વિદ્યાર્થીઓની માંગ સામે સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવાની સાથે તેમના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત નહિ કરી કનડગતનો મુદ્દે વિવાદ થયો હતો જેમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ હસ્તક્ષેપ કરીને વિદ્યાર્થીઓ સાથે મળી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવવડાને આ બાબતે યોગ્ય તપાસ કરવા માટે દબાણ ઊભું કર્યું હતું ત્યારે હવે સંસ્થાના સંચાલક વિરુદ્ધ પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી છે હવે વિદ્યાર્થીઓને ફી અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત ક્યારે મળે છે એ જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!