NANDODNARMADA

નાંદોદ તાલુકાના ખામર ત્રણ રસ્તા પાસે થયેલ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે આમલેથા પોલીસે ઝડપી લીધો

નાંદોદ તાલુકાના ખામર ત્રણ રસ્તા પાસે થયેલ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે આમલેથા પોલીસે ઝડપી લીધો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખામર ત્રણ રસ્તા પાસે ચોરીનો બનાવ બન્યો હતો જેમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી આ સંદર્ભે આમલેથા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

 

ચોરીમાં ગયેલ ચોર મુદામાલની તપાસમાં તથા અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોય રાખી તથા જીલ્લામાંથી ચોરી કરનાર પ્રવૃતિને નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આમલેથા પોલીસ સ્ટેશનના પી એસ આઇ ડી.આર.રાઠોડ તથા ડી-સ્ટાફના માણસો સાથે મુદામાલ અંગેની વોચ તપાસમાં આમલેથા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે, ઉપરોકત ગુનાનો આરોપીએ ચોરી કરેલ ઘરેણા રાજપીપલા ખાતે સોની દુકાને વેચવામાં માટે જાય છે જે બાતમી તેમજ ટેકનીકલ સોર્શીશ તથા હ્યુમન સોર્શીશ આધારે રાજપીપલા જઇ તપાસ કરતા સફેદ ટાવર પાસે એક ઇસમ શંકાસ્પદ મળી આવેલ છે ઇસમની ઝડતી તપાસ કરતા સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવતા આરોપી અરવિંદભાઇ મુળજીભાઈ પરમાર ઉ.વ.આ.૨૩ મુળ રહે.આવલગામ હાલ રહે.ખામર,મંદિર ફળીયુ, ને આમલેથા પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે અટક કરી મુદ્દામાલ (૧) ચાંદીની જુદી જુદી લકીઓ નંગ.૦૯ આશરે કિ.રૂા.૧૫,૩૦૦/- તથા (૨) સોનાની વીટી નંગ.૦૧ આશરે કિ.રૂા.૬૦૦૦/- ગણી કુલ કિ.રૂા.૨૧,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!