NANDODNARMADA

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ , ભાજપ, કોંગ્રેસ , આપ અને અપક્ષ એમ ચતુષ્કોણીય જંગ

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ , ભાજપ, કોંગ્રેસ , આપ અને અપક્ષ એમ ચતુષ્કોણીય જંગ

 

 

રાજપીપળા જુનેદ ખત્રી

 

આગામી 26 એપ્રિલે રાજપીપળા નગરપાલિકા ની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે રાજપીપળામાં ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે દરેક ઉમેદવાર પોતાની જીત માટે પ્રબળ દાવેદારી કરી રહ્યા છે ત્યારે રાજપીપળા નગરપાલિકામાં 28 બેઠકો માટે યોજાનાર મતદાનમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ વાઇઝ ઉમેદવારો ની વાત કરીએ તો વોર્ડ નંબર 1 માં કુલ 16 ઉમેદવારો વોર્ડ નંબર 2 માં 14 ઉમેદવારો વોર્ડ નંબર 3 માં 12 ઉમેદવાર વોર્ડ નંબર 4 માં 8 ઉમેદવાર વોર્ડ નંબર 5 માં 13 ઉમેદવાર વોર્ડ નંબર 6 માં 5 ઉમેદવાર વોર્ડ નંબર 7 માં 11 ઉમેદવાર ઉમેદવારી કરી રહ્યા છે

 

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં બે સીટો બિનહરીફ ભાજપને ફાળે ગઈ છે જેમાં વોર્ડ નંબર 4 માં એક સીટ અને વોર્ડ નંબર 6 માં એક સીટ એમ બે ભાજપ પક્ષમાંથી મહિલાઓ બિન હરીફ ચૂંટાઈ છે જેથી હવે 26 બેઠકો માટે મતદાન યોજાશે

Back to top button
error: Content is protected !!