દેડિયાપાડાના સમારપાડા ગામે મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
રાજપીપળા : જુનેદ ખત્રી
આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન મનોરંજન નો મુખ્ય કારણ બનતો જાય છે ત્યારે યુવા ધન મોબાઈલ માં પોતાનો સમય પસાર કરતા હોય છે ડેડીયાપાડા ના સમારપાડા ગામે મરણજનાર- સપનાબેન સોમાભાઇ વસાવા ઉ.વ.આ.૧૮ ને તેના પિતાએ જણાવેલ કે બેઠી બેઠી મોબાઇલ જોયા કરે છે હજુ જમવાનુ બનાવાનું કોઇ તૈયારી કરેલ નથી તેઓ ઠપકો આપતા મનમાં લાગી આવતા પોતાની જાતેજ ઘરમાં મુકેલ ઝેરી દવાની બોટલ માંથી ઝેરી દવા પી લેતા ૧૦૮ એમ્બૂલન્સમાં લાવી પ્રથમ સારવાર સરકારી દવાખાના દેડીયાપાડા કરાવી વધુ સારવાર અર્થે રાજપીપલા સિવીલ હોસ્પિટલ માં દાખલ કરતા સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે