પાસામાં ભાવનગરની જેલમાં ધકેલાઈ ગયેલા ધારાસભ્ય ચૈતર ભાઈના અંગત માનીતા દેવા ભાઈ પોતાના વતનમાં પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો 

0
20
વાત્સલ્યમ્ સમાચાર

પાસામાં ભાવનગરની જેલમાં ધકેલાઈ ગયેલા ધારાસભ્ય ચૈતર ભાઈના અંગત માનીતા દેવા ભાઈ પોતાના વતનમાં પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો

IMG 20230119 WA0243

 

 

દેડિયાપાડા તાલુકાના જરગામ પંચાયતના ચાર ટર્મ થી ચૂંટાતા સરપંચ દેવા ભાઈ અને વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા ના અંગત ગણાતા એવા દેવા ભાઈ આજે ભાવનગર ની જેલમાંથી મુકત કરવામાં આવ્યો હતો જે દેડિયાપાડા ખાતે પોતાના વતનમાં પરત આવતા પેહલા ધારાસભ્ય lચૈતર વસાવા અને એમના કુટુંબીજનો અન્ય આગેવાનોએ લીમડા ચોક ખાતે ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું એની ખુશીમાં દેડિયાપાડા તાલુકાના અને સાગબારાના તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો આદિવાસી અનેક ઢોલો અને શરણાઈ ના તાલે આદિવાસી નૃત્ય કરતા કરતા દેડિયાપાડા ના બજારમાં રેલી લીમડા ચોક થી યાહમોગી ચોક પોહચી ને ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ફૂલહાર પેહરાવ્યો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્ર થઈ ને આખા દેડિયાપાડાના બજારમાં અને રેલીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો

જેમાં હાલના ધારાસભ્ય ચૈતર વસાવા દેડિયાપાડા તાલુકા પંચાયતના માજી પ્રમુખ માધવ ભાઈ વસાવા અને અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ,વડીલો, ભાઈઓ બહેનો યુવાનો, મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews