રાજપીપળા નગરમાં નીકળેલી ૩૨ મી રથયાત્રામાં હર્ષોલ્લાસથી ભક્તો જોડાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી આજે બપોરે ત્રણ વાગે ભગવાન જગન્નાથ ની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી, રાધાકૃષ્ણ મંદિરમાં સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શના બેન દેશમુખે સહિતનાઓ એ પૂંજા કરી હતી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ દર્શન કર્યા હતા. ત્યારબાદ ત્યાથી આગળ નિકળેલી રથયાત્રા માં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ સહિત નાં આગેવાનો તેમજ રથયાત્રા કમિટી નાં સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાન નો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી. રાજપીપલામાં લાલ ટાવર , જુમાં મસ્જિદ તેમજ મોટા માછીવાડ પાસે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કરી આયોજકો રાજકીય આગેવાનો ને પુષ્પ ગુચ્છ આપ્યું હતું ત્યારબાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.