NANDODNARMADATILAKWADA

નર્મદા જિલ્લામાં એરપોર્ટ બને એ પેહલા ઉગ્ર વિરોધ, ભાદરવા ખાતે ચાર ગામના લોકોએ સભા કરી વિરોધ નોંધાવ્યો

"અમારા ગામમાં એરપોર્ટ બનવાની જાહેરાત સાંભળ્યા પછી ઊંઘ પણ નથી આવતી, રોટલો પણ નથી ભવતો " : જેન્તીભાઇ તડવી ગ્રામજન (રૂપપુરા)

નર્મદા જિલ્લામાં એરપોર્ટ બને એ પેહલા ઉગ્ર વિરોધ, ભાદરવા ખાતે ચાર ગામના લોકોએ સભા કરી વિરોધ નોંધાવ્યો

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એરપોર્ટ નું સ્વપ્ન રોડાશે !??

 

“અમારા ગામમાં એરપોર્ટ બનવાની જાહેરાત સાંભળ્યા પછી ઊંઘ પણ નથી આવતી, રોટલો પણ નથી ભવતો અમારા બાલ બચ્ચાઓ પાછલી પેઢીને કયા લઈ જઈશું ??! અમારે વિદેશી વિમાનના અવાજ નથી સંભાળવા ” : જેન્તીભાઇ તડવી ગ્રામજન (રૂપપુરા)

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ થયું છે ત્યારબાદ અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે સરકાર દ્વારા રસ્તાઓ ફોરલેન કરી દેવાયા છે ઉપરાંત હવે હવાઈ માર્ગે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચાય તે દિશામાં સરકાર દ્વારા પ્રયાસો શરૂ થયા છે ત્યારે એકતા નગર થી નજીક તિલકવાડા તાલુકામાં એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ત્યાંના ગ્રામજનોએ આજે એરપોર્ટ બનાવવા બાબતે વિરોધ નોંધાવ્યો છે

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે સભાનું આયોજન કરી ચાર ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે ચર્ચા કરી ઉગ્ર વિરોધ નોધાવ્યો છે ત્યારે એરપોર્ટ બનતા પેહલા વિરોધના સૂર ઉઠતા સરકાર માટે પડકાર સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ઉલ્લેખની એ છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓને દરેક સુવિધા મળી રહે અને પ્રવાસીઓ સરળતાથિ આવર જવર કરી શકે તે માટે સરકાર તરફથી માર્ગ વ્યવહાર / રેલવે વ્યવહાર ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યાંરે હવાય માર્ગ પણ સરળ બની રહે તે માટે હાલ ઉડ્ડયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવા ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેથી આ ચાર ગામના લોકોએ ભાદરવા ખાતે ગ્રામસભા નું આયોજન કરી એરપોર્ટ બનાવવા વિરોધ નોંધાવી પોતાની જમીન નહીં આપવા બાબતે ઠરાવ કર્યો છે

 

આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આવનાર પ્રવાસીઓને સુવિધા ઉભી કરવા માટે અમારા ચાર ગામોની બાપ દાદાની વર્ષોની આવેલી સ્વતંત્ર જમીન ઉપર એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરી છે. આ બાબતે વિરોધ નોંધાવતા ભાદરવા રૂપપુરા સુરવા અને ફેરકુવા ગામના લોકો આજે ભાદરવા ખાતે એકત્રિત થઈ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામ સભામાં તમામ ગ્રામજનોએ એરપોર્ટ બનાવવા માટે અમારી બાપ દાદાની જમીન નહીં આપવા માટે વિરોધ કરીએ છે. કારણ કે અમે મૂળ આદિવાસી સદીઓથી ઉંડાણ વિસ્તારોમાં રહી માત્રને માત્ર ખેતી ઉપર આધારિત અમારા કુટુંબનું ગુજરાત ચલાવીએ છે. અહીંયા અમારા ગામમાં કોઈ પણ પ્રકારની રોજગારી આવેલ નથી. અમે અમારી આ સ્વતંત્ર માલિકીની જમીનમાં એરપોર્ટ બનાવવામાં આવે તો અમે બેઘર અને તદ્દન જમીન વિહોણા બની જઈશું. અમે અમારું જીવન ધોરણ જીવવાનો કોઈ જ આધાર નહીં રહે અમારી ભવિષ્યની પેઢીને જીવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. એટલે અમે એરપોર્ટ બનાવવા માટે એક ઇંચ પણ જમીન આપવા માટે સહમત નથી. અને આ એરપોર્ટ અન્ય જગ્યા પર બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. પરંતુ અમારી જમીન ઉપર એરપોર્ટ કોઈ પણ સંજોગોમાં બનાવવા નહીં દઈએ તેમ જણાવતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!