કાલોલ સીએનજી પેટ્રોલ પંપ સામે અકસ્માત સર્જાતાં બાઇક પર સવાર ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે મોત બે ઇજાગ્રસ્ત

તારીખ ૦૨/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બસ સ્ટેશન પાસેના સીએનજી પેટ્રોલ પંપ પાસે હાઇવે રોડ ઉપર રવિવારના દિવસે સાંજે કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ઉપર સવાર ત્રણ પૈકી એકનું કમકમાટી ભર્યુ મોત થયું હતું જ્યારે મહિલા સહિત બે વ્યકિતઓને શરીરે ઓછી વતી ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના અતુલભાઇ વિનોદભાઇ પરમાર દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ પ્રવીણસિંહ જશવંતસિંહ મોટર સાયકલ નંબર જીજે-૧૭બીપી ૬૪૫૬ની ઉપર રતનબેન ૨યજીભાઇ પરમાર તથા લક્ષ્મણસિંહ હમીરસિંહ પટેલ લઈને કાલોલ બસ સ્ટેન્ડ ઉપર બસમા બેસાડવા માટે જતા હતા તે દરમ્યાન કાલોલ બસ સ્ટેન્ડ થી થોડી દૂર સી.એન.જી.પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર એક કન્ટેનર નંબર એનએલ-૦૧-એએચ-૮૨૫૦ નો ચાલક પોતાના કબ્જાનું કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી ફરીયાદીના કાકાની મોટર સાયકલને ટક્કર મારતા ફરીયાદીના કાકા તથા ફોઈ તથા દાદા મોટરસાયકલ સાથે રોડ ઉપર ફંગોળાઇ જતા પ્રવીણસિંહ જશવંતસિહ તથા રતનબેન ૨યજીભાઇ પરમાર ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી અને લક્ષ્મણસિંહ હમીરસિંહ પટેલ ઉ.વ.૮૪ કન્ટેનરના પાછલા વ્હીલ નીચે આવી જતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું જ્યારે પ્રવીણસિંહ અને રતનબેન ને શરીરે ઓછી વતી ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સમગ્ર અકસ્માત ની ઘટના અંગે કાલોલ પોલીસે અકસ્માત સર્જી મોત નિપજાવી વાહન ચાલક પોતાનુ વાહન સ્થળ ઉપર મુકી નાસી જતાં પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








