નર્મદા જિલ્લાનું હિલ સ્ટેશન સમાન માંડણ ગામમાં તંત્રએ પ્રવાસીઓની રોક લગાવી દેતાં સ્થાનિકોની રોજગારી છીનવાઈ..!?
માંડણ ગામમાં પ્રવાસીઓ આવતા ત્યારે લોકો મકાઈ સહિત ખાવા પીવાની વસ્તુ વેચી, નાનો મોટો વ્યાપાર કરી રોજગારી મેળવતા હતા
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં રાજપીપળાની નજીક આવેલ માંડણ ગામ તેના કુદરતી સૌંદર્ય થી પ્રવાસીઓને આકર્ષેછે ચોમાસાની ઋતુમાં અહીંયા હજારો પ્રવાસીઓ આવીને કુદરતી નજારા ને માણે છે ત્યારે પ્રવાસીઓને આવવાથી ગ્રામજનો નાનો મોટો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ થોડા દિવસથી પોલીસ દ્વારા માંડણ ગામમાં બહારના વ્યક્તિઓનો પ્રવેશ બંધ કરી દેવાયો છે બેરિકેડ લગાવી દેવાય છે ત્યારે ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી છે
આ મુદ્દે ગ્રામજનોએ નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે કોઈપણ જાતના બનાવ કે અણબનાવ વગર માંડણ ગામે આવતા પ્રવાસીઓ માટે પોલીસે બેરીકેટ મૂકીને રસ્તો બંધ કરી દીધો છે પ્રવાસીઓ તથા અન્ય વ્યક્તિઓ માટે માંડણ ગામે જવા માટે પોલીસે રોકટોક કરી દેતા પ્રવાસીઓ નહીં આવતા અમારી રોજગારી પર ભારે અસર પડી છે માંડણ ગામના લોકો નાનો મોટો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ પ્રવાસીઓ નહીં આવતા હવે લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે તેઓનું કહેવું છે કે તેમની ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેના કારણે એમની પાસે રોજગારી મેળવવા માટે એકમાત્ર પ્રવાસન જ ઉપાય છે ત્યારે માંડણ ગામમાં પ્રવાસીઓને આવવા દેવામાં આવે અને તેઓને નાનો મોટો રોજગાર ચલાવા દેવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યાછે
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel