
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો સપાટો ચાર તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત ઉપર કબજો, રાજપીપળા પાલિકામાં ભાજપને બહુમતી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક બહુમતી મેળવી છે જ્યારે જિલ્લા પંચાયત અને ૦૬ તાલુકા પંચાયતોમાં આપનું જોરદાર પ્રદર્શન રહ્યું

રાજપીપળા નગરપાલિકાની વાત કરીએ તો કુલ ૨૮ બેઠકોમાંથી 25 બેઠકો ભાજપના ફાળે ગઈ છે ત્રણ બેઠકો અપક્ષ છે જીતી છે જેથી કહી શકાય કે ભાજપ એ રાજપીપળા પાલિકામાં ઐતિહાસિક બહુમતી મેળવી છે
નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં આપની ઝાડુ અને ચૈત્ર વસાવાનો જાદુ ચાલ્યો હોય તેમ લાગી રહ્યું છે નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માંથી ભાજપે 7 બેઠકો મેળવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 15 બેઠકો મેળવીને ભાજપ પાસેથી જિલ્લા પંચાય આંચકી લીધી છે

નર્મદા જિલ્લાની 06 તાલુકા પંચાયતો માંથી નાંદોદ અને તિલકવાડા ભાજપના ફાળે ગઈ છે જ્યારે ગરૂડેશ્વર, ડેડીયાપાડા, સાગબારા , અને નવી બનેલ ચીકદા તાલુકા પંચાયતમાં આપ ની ઝાડું અને ચૈતર વસાવાનો સપાટો જોવા મળ્યો હતો આ ચાર તાલુકા પંચાયતોમાં ભાજપ લગભગ એક, બે બેઠકો મેળવી શક્યું છે ત્યારે કહી શકાય કે નર્મદા જિલ્લા ભાજપ સંગઠન માટે ખૂબ શરમજનક બાબત કહી શકાય
ગત ટર્મમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી હતીજ નહીં ત્યારે આપે ખૂબ મોટું પ્રદર્શન કરીને ભાજપના નેતૃત્વની ઊંઘ ઉડાડી દીધી છે તેવી ચર્ચા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે




