ARAVALLIMODASA

અરવલ્લી : શામળાજી પોલીસે ઇનોવામાંથી મોંઘીદાટ 36 બોટલ દારૂ ઝડપ્યો,બાઈક પર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી ચાર બુટલેગરને દબોચ્યા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી પોલીસે ઇનોવામાંથી મોંઘીદાટ 36 બોટલ દારૂ ઝડપ્યો,બાઈક પર દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી ચાર બુટલેગરને દબોચ્યા

અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ગાંધીના ગુજરાતમાં ઠાલવવા સતત પ્રયત્નીશીલ રહે છે શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી ઇનોવા કાર અને બાઈક પર દારૂની ખેપ મારી રહેલા ચાર બુટલેગરોને ઝડપી પાડી 90 હજાર જેટલો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઇનોવા કારમાં રેડ લેબલ કંપનીની મોંઘીદાટ શરાબની 36 બોટલ જપ્ત કરી હતી

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇનોવા કારને અટકાવી તલાસી ઇનોવા કારમાં શીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી રેડ લેબલ કંપનીની વિદેશી દારૂની બોટલ નંગ-36 કીં.રૂ 64620/-નો જથ્થો જપ્ત કરી સુરતની મુક્તિધામ સોસાયટીમાં રહેતા

હરિસિંહ માનસિંહ સીસોદીયા અને નરેન્દ્રસિંહ શંકરસિંહ સિસોદીયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ રૂ.6.66 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અન્ય એક બાઈક પર દારૂની ખેપ મારતા રાજસ્થાન ઉદેપુરના કૈલાશ રામલાલ ડાંગી અને સુરેશ ભેરુમલ ડાંગીને રૂ.25 હજારથી વધુના વિદેશી દારૂ અને બાઈક મોબાઇલ મળી 36 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચારે બુટલેગરો અને વિદેશી દારૂના ઠેકવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!