NANDODNARMADA

PESA અને FRAની ખાસ ગ્રામ સભાઓ ૧૫ નવેમ્બરના મુલતવી રાખી અન્ય દિવસે રાખવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

PESA અને FRAની ખાસ ગ્રામ સભાઓ ૧૫ નવેમ્બરના મુલતવી રાખી અન્ય દિવસે રાખવા ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ

 

PESA અને FRAની ખાસ ગ્રામસભા 15 નવેમ્બરે છે, તેની તારીખ બદલવામાં આવે: ચૈતર વસાવા

 

15 નવેમ્બરે દેવ દિવાળી અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની રજા છે, જેના કારણે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને લોકોની હાજરી ઓછી રહેશે: ચૈતર વસાવા

 

15 નવેમ્બરના રોજ રાખવામાં આવેલ ખાસ ગ્રામસભાઓને મુલતવી રાખીને, કોઈ બીજા દિવસમાં રાખવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી: ચૈતર વસાવા

 

રાજપીપલા: જુનેદ ખત્રી

 

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને PESA અને FRAની ખાસ ગ્રામ સભાઓની તારીખ બદલવાનાં મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અનુસૂચિત વિસ્તારોમાં PESA અને FRA જિલ્લાઓ બનાસકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, વડોદરા, ભરૂચ, ડાંગ, દાહોદ, નર્મદા, તાપી, અરવલ્લી, મહીસાગર, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, કચ્છ, પાટણ અને પાટણના ગામોમાં 15મી નવેમ્બરના રોજ ખાસ ગ્રામસભા કમ-ઓરિએન્ટલ/તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તો અમે આપને જણાવવા માંગીએ છીએ કે 15 નવેમ્બરના રોજ દેવ દિવાળી અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીનો તહેવાર છે, જેની પણ રજા છે. આદિવાસી સમાજ માટે આ ખાસ મહત્વનો દિવસ છે અને આ જ દિવસે PESA અને FRAની ખાસ ગ્રામસભા નું આયોજન કરવાથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને લોકોને હાજરી ઓછી રહેશે. જેના કારણે ખાસ ગ્રામસભાનો હેતુ સાર્થક થશે નહીં. જેથી 15 નવેમ્બરના રોજ રાખવામાં આવેલ ખાસ ગ્રામસભાઓને મુલતવી રાખીને અગાઉના કોઈ બીજા દિવસમાં રાખવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!