રાજપીપળામાં કોમી એખલાસના દર્શન થયા, હિન્દુ યુવાનનું મૃત્યુ થતા મુસ્લિમ મિત્રો અંતિમ ક્રિયામાં જોડાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા કસબાવાડ વિસ્તારમાં વર્ષોથી રહેતા અનિલ અશોક તડવીનું અચાનક કુદરતી મૃત્યુ થતા તેમના પરિજનો તેમજ મિત્રો માં શોકની લાગણી ફેલાઈ હતી
અનિલ ભાઈ બચપણથી મુસ્લિમ વિસ્તાર કસબાવાડ માં રહી મોટા થયા તેમનું નાની ઉંમરે આકસ્મિક કુદરતી મૃત્યુ થતા પરિવાર અને મિત્ર મંડળ માં શોકની લાગણી ફેલાઈ હતી અનિલભાઈ ખુબજ શાંત અને પ્રેમાળ સ્વભાવના હતા દરેક વ્યક્તિ સાથે ભળી જાય તેવા ઉમદા સ્વભાવના કારણે તેમનો મિત્ર વર્ગ પણ મોટો હતો
આજે તેમની અંતિમ યાત્રા આજે રાજપીપળા ખાતે કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો અને સ્નેહીજનો મિત્રો જોડાયા હતા જેમાં અનિલભાઈ ના મુસ્લિમ મિત્રો પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાઈ અનિલ ભાઈ ને અંતિમ વિદાઈ આપી હતી ત્યારે કોમી એખલાસના દ્રશ્યો પણ સર્જાયા હતા