
નર્મદા: ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું 94.17 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 84.95 ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા કુલ 840 વિદ્યાર્થીઓ પૈકી 837 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 711 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ-12ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યનું કુલ પરિણામ 84.33 ટકાની સામે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 84.95 ટકા નોંધાયું છે. જિલ્લામાં વિજ્ઞાનપ્રવાહમાં નોંધાયેલા કુલ 840 વિદ્યાર્થીઓમાંથી 839 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 711 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 129 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે.

વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ આધારિત પરિણામ મુજબ જિલ્લામાં A1 ગ્રેડમાં 3, A2 માં 43, B1 માં 70, B2 માં 156, C1 માં 228, C2 માં 173, D માં 38, E1 માં કોઈ વિદ્યાર્થી નથી અને NI માં 129 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
કેન્દ્રવાર પરિણામ જોવામાં આવે તો રાજપીપલા કેન્દ્રમાં કુલ 580 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 578 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 496 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 84 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 85.81 ટકા નોંધાયું છે.
તેવી જ રીતે ડેડીયાપાડા કેન્દ્રમાં 260 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 259 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 215 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 45 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 83.01 ટકા નોંધાયું છે.
આજ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ રાજ્ય (બોર્ડ)નું કુલ પરિણામ 92.71 ટકાની સામે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 94.17 ટકા નોંધાયું છે.
જિલ્લામાં કુલ 4,157 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 4,149 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંમાંથી 3,903 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 254 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે.
ગ્રેડ આધારિત પરિણામ મુજબ જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 7, A2 માં 80, B1 માં 432, B2 માં 971, C1 માં 1,259, C2 માં 924, D માં 230, E1 માં 4 અને NI માં 250 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
કેન્દ્રવાર પરિણામ જોવામાં આવે તો રાજપીપલા કેન્દ્રમાં 1,124 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1,124 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 1,058 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 66 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 94.13 ટકા નોંધાયું છે.
ડેડીયાપાડા કેન્દ્રમાં 1,106 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1,100 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 1,007 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 99 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 91.55 ટકા નોંધાયું છે.
ગરૂડેશ્વર કેન્દ્રમાં 467 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 467 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 449 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 18 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 96.15 ટકા નોંધાયું છે.
તિલકવાડા કેન્દ્રમાં 462 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 460 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 452 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 10 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 98.26 ટકા નોંધાયું છે.
સેલંબા કેન્દ્રમાં 427 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 427 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 370 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 57 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 92.54 ટકા નોંધાયું છે.
બોરેયા કેન્દ્રમાં 316 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 316 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 311 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 5 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 98.42 ટકા નોંધાયું છે.



