DEDIAPADANANDODNARMADA

નર્મદા : ડેડીયાપાડા પોલીસને મળી સફળતા તાબદા ગામની સીમમાંથી 9.45 લાખની કિંમતનો દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો.

ડેડીયાપાડા પોલીસને મળી સફળતા તાબદા ગામની સીમમાંથી 9.45 લાખની કિંમતનો દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો.

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં રાજકારણમાં હિલચાલ સાથે સંસદ અને ધારાસભ્યે જિલ્લામાં દારૂના વેચાણ અંગે પણ ઘટસ્ફોટ કર્યા હતા ત્યારે પોલીસ પણ વધુ સતર્ક બની છે ડેડીયાપાડા પોલીસે તાબદા ગામની સીમમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો 9.45 લાખનો જથ્થો સાથે એક આરોપીને ઝડપી લીધો છે

મળતી માહિતી મુજબ વાય.એસ.શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન, જી.નર્મદા નાઓને મળેલ બાતમી આધારે તાબદા ગામની સીમમાં આવેલ રાજેશભાઇ બચુભાઇ વસાવા ઉ.વ.૩૭ રહે.તાબદા, નિશાળ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓના ખેતરમાં રેઇડ કરી ખેતરમાં વાવેતર કરેલ લીલા ઘાસમાં સંતાડેલ ગેર કાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની નાની મોટી ફુલ બોટલ નંગ-૩,૨૨૮ ની ફુલ કિંમત રૂપીયા ૯,૪૦,૯૯૨/- નો પ્રોહી મુદામાલ તથા મોબાઇલ સહિત કુલ કિંમત ૯,૪૫,૯૯૨/- નો મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઇ બચુભાઇ વસાવા નાઓએ પકડી પાડેલ છે. અને આરોપી વિરૂધ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાયો છે ઉપરાંત અન્ય એક આરોપી શિવજી ઉર્ફે શીવો ગોમાભાઇ વસાવા રહે.ઉમરાણ તા.ચિકદા જી.નર્મદા ને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!