નર્મદા : જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવના હસ્તે “સુપોષણ અભિયાન દ્વારા કુપોષણ નાબૂદીનો સંકલ્પ” અભિયાન શરૂ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા “સુપોષણ અભિયાન” નો ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા PHC ખાતે નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવના હસ્તે શુભારંભ કરાવ્યો હતો
અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના કુલ ૨૮ પી.એસ.સી. સેન્ટર માંથી 26 પી.એસ.સી. સેન્ટર પર આ કાર્યક્રમ થયો જેમાં કુલ ૪૫૯ કુપોષિત બાળકોએ આ અભિયાનનો લાભ લીધો