AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા દેવ બિરસા સેનાએ આદિવાસીઓની સંસ્કૃતિ બચાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા દેવ બિરસા સેના દ્વારા ડાંગ જિલ્લામાં આદિવાસીઓની રૂઢિ પરંપરા, સંસ્કૃતિ તથા રિતીરિવાજોને બચાવવા બાબતે ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,ડાંગ જિલ્લામાં દરેક ગામોમાં આદિવાસીઓની સંપુર્ણ વસ્તીઓ ધરાવે છે.અહીં આદિવાસી પોતાના પૂર્વજોથી(બાપ-દાદા) થી ચાલતી આવેલી રૂઢી પરંપરા પ્રમાણે પૂંજ મુકી પુજતા આવેલા છે.આદિવાસીઓ પ્રકૃતિ પુજક છે.જેઓ વાઘદેવ, નાગદેવ,ડુંગરદેવ,પાનદેવ, અન્નદેવ, વનદેવ, સુર્યદેવ, આદિદેવ, હિમદેવ, દિવાળીદેવ, હોળીદેવ પેંઢીદર પેઢી પુજતો આવેલો છે.આદિવાસી પશ્ચિમી સંસ્કૃતીના પ્રભાવથી આદિવાસીઓને પોતાના પુર્વજોથી ચાલતી આવેલ પરંપરા રિતી-રિવાજોથી વિમુખ કરી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જેના કારણે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, દેવોને તથા પુજા પધ્ધતિ ભુલી ગયા છે.જેથી ડાંગ જીલ્લાના આદિવાસી પરંપરા, સંસ્કૃતિ, રીતી-રીવાજો ટકી રહે અને આ આદિવાસી પરંપરા બચાવવા માટે દેવ બિરસા સેનાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.અને રાષ્ટ્રપતીને આ વેદના પહોંચાડવામાં આવે એવી  માંગ કરવામાં આવી હતી.સંવિધાન પ્રમાણે ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ-૧૩-૩(ક) મુજબ સંરક્ષણ આપવા આવેલ છે. ભારત સરકાર અધિનિયમ-૧૯૩૫ મુજબ ભારત સંયુકત વિધાન સભામાં સમુદાયને ભારતીય ઈસાઈ(લઘુમતિ) તરીકેનું સ્થાન આપવામાં આવેલ હતુ.સંવિધાનમાં અનુચ્છેદ ૨-અ કંડીકા ૨ માં નિહિત કોઈપણ વ્યકિત જેણે જનજાતિ આદિમત તથા વિશ્વાસનો ત્યાગ કર્યો છે. અને ઈસ્લામ અથવા ઈસાઈ મત ધારણ કર્યો છે. તેને અનુસુચિત જનજાતિનો સદસ્ય ન ગણવો જોઈએ. (સંયુકત સંસદીય સંમિતિ ૧૦ જુલાઈ ૧૯૬૭ ની ભલામણ) વગેરે બાબતોનો પણ ડાંગ  દેવ બિરસા સેનાએ ઉલ્લેખ કર્યો હતો..

Back to top button
error: Content is protected !!