NANDODNARMADA

નર્મદા : ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 90.85 ટકા પરિણામ સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને

નર્મદા : ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 90.85 ટકા પરિણામ સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને

 

જિલ્લામાં નોંધાયેલા કુલ 7029 વિદ્યાર્થીઓ પૈકી 6883 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6253 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

 

જિલ્લામાં 100 ટકા પરિણામ ધરાવતી 41 શાળાઓ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકાની સામે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 90.85 ટકા નોંધાયું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 7029 વિદ્યાર્થીઓમાંથી 6883 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 6253 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 630 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે.

જિલ્લામાં ગ્રેડ આધારિત પરિણામ મુજબ A1 ગ્રેડમાં 149, A2 માં 670, B1 માં 1295, B2 માં 1794, C1 માં 1495, C2 માં 796, D માં 54, E1 માં 330 અને NI માં 300 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લામાં 41 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી એકપણ શાળા નોંધાઈ નથી. આમ સમગ્રતયા નર્મદા જિલ્લાનું પરિણામ ખૂબ સારું રહ્યું છે.

કેન્દ્રવાર પરિણામ જોવામાં આવે તો રાજપીપલા કેન્દ્રમાં કુલ 1239 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1209 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 1105 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 104 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 91.40 ટકા નોંધાયું છે.

 

ડેડીયાપાડા કેન્દ્રમાં 877 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 867 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 718 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 149 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 82.81 ટકા નોંધાયું છે.

 

તિલકવાડા કેન્દ્રમાં 447 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 435 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 381 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 54 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 87.59 ટકા નોંધાયું છે.

 

સાગબારા કેન્દ્રમાં 630 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 620 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 574 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 46 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 92.58 ટકા નોંધાયું છે.

 

કેવડિયાકોલોની કેન્દ્રમાં 111 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 104 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 05 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 95.41 ટકા નોંધાયું છે.

 

નિવાલ્દા કેન્દ્રમાં 172 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી તમામ 172 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 159 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 13 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 92.44 ટકા નોંધાયું છે.

 

સેલંબા કેન્દ્રમાં 586 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 560 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 510 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 50 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 91.07 ટકા નોંધાયું છે.

 

પ્રતાપનગર કેન્દ્રમાં 279 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 278 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 267 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 11 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 96.04 ટકા નોંધાયું છે.

 

માંગરોલ કેન્દ્રમાં 423 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 420 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 395 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 25 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 94.00 ટકા નોંધાયું છે.

 

ગરૂડેશ્વર કેન્દ્રમાં 601 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 567 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 509 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 58 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 89.77 ટકા નોંધાયું છે.

 

જૂના મોજદા કેન્દ્રમાં 215 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 204 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 195 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 09 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 95.59 ટકા નોંધાયું છે.

 

ઉમરવા કેન્દ્રમાં 265 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 264 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 253 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 11 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 95.83 ટકા નોંધાયું છે.

 

ઉતાવળી કેન્દ્રમાં 230 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 228 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 213 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 15 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 93.42 ટકા નોંધાયું છે.

 

વાડવા કેન્દ્રમાં 295 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 293 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 273 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 20 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 93.17 ટકા નોંધાયું છે.

 

બોરિયા કેન્દ્રમાં 441 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 440 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 381 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 59 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 86.59 ટકા નોંધાયું છે.

 

ટીંબાપાડા કેન્દ્રમાં 284 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 282 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં 274 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 08 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. આ કેન્દ્રનું પરિણામ 97.16 ટકા નોંધાયું છે

Back to top button
error: Content is protected !!