NANDODNARMADA

નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાનની શરૂઆત

નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાનની શરૂઆત

 

જિલ્લામાં આજે રવિવારે વિવિધ બુથ ઉપરથી શરૂ થયેલું અભિયાન તા. ૨૫મી જૂન સુધી ચાલશે

 

પોલિયો ઝુંબેશ અંતર્ગત ૦થી પાંચ વર્ષની વય જૂથના કુલ ૪૭,૨૧૬ જેટલા બાળકોને આવરી લેવાનું જિલ્લા આરોગ્ય વિભાગનું આયોજન

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજય સહિત નર્મદા જિલ્લામાં આજે રવિવારથી શરૂ થયેલા પોલિયો રસિકરણ અભિયાનના પ્રારંભે નાંદોદના ધારાસભ્ય અને પોતે વ્યવસાયે તબીબ એવા ડૉ. દર્શનાબેન દેશમુખ રાજપીપલાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ પણ જોડાયા હતા.

સમગ્ર જિલ્લામાં આજે તા. ૨૩મી જૂન, રવિવારથી શરૂ થયેલું અભિયાન તા. ૨૫ જૂન સુધી ચાલશે. રવિવારે યોજાયેલી પલ્સ પોલિયો ઝુંબેશમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના બાળકો તથા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના બાળકોએ પણ સહભાગી બની જિલ્લાના અન્ય ભૂલકાંઓ માટે પ્રેરણા રૂપ બન્યા હતા.

જિલ્લામાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન જિલ્લાનાં ૦ થી ૫(પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૪૭,૨૧૬ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા આજે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવી રહ્યા છે. સોમવારે અને મંગળવારે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૪૮ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવી અભિયાનમાં જોડાશે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button