ચેક રિટર્નના ચાર કેશોમાં નેત્રંગના યુવાનને નિર્દોષ જાહેર કરતી રાજપીપળા કોર્ટ
જુનેદ ખત્રી : રાજપીપલા
પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રંગ ગામે રહેતા મોસીનખાન અબ્દુલહકીમ પઠાણ સામે શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કુ.લી. એ અલગ- અલગ ચાર વાહનો લોન પર લીધા બાદ લોન ની રકમ વસુલાત માટે આપેલ ચાર અલગ-અલગ ચેક બાઉન્સ થતાં રાજપીપલા કોર્ટમાં ચેક રીટર્ન થયા બાબતના અલગ-અલગ ચાર કેસો સને 2017 ના વર્ષમાં દાખલ કરેલા હતા જે કેસમાં મોસીનખાન તરફે તેમના વકીલ એમ.જી.કુરેશી રાજપીપળા ના એ હાજર રહી દલીલો કરેલી જેમાં મુખ્યત્વે ફાઇનાન્સ કંપની પોતાનો કાયદેસરનું દેવું સાબિત કરી શકેલ નથી તથા આપેલ ચેક વિગેરે સાથે રજૂ કરેલ સમગ્ર લેખિત તથા મૌખિક પુરાવો ફરિયાદ મુજબ સાબિત થતો નથી એક કેસમાં તો વાહન સીઝ કરી હરાજી કરી મળેલ રકમની હકીકતો પણ ફાઇનાન્સ કંપનીએ કોટૅ થી છુપાવેલી વિગેરે દલીલો માન્ય રાખી હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ રાજપીપળા ના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુ.મેજિસ્ટેટ ખાંટ સાહેબે આરોપી તરફેની દલીલો માન્ય રાખી મોસીનખાન પઠાણ ને ચારે કેસોમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે
ફાઇનાન્સ કંપનીઓ હરાજીની સાચી હકીકતો છુપાવી લોન રિકવર કરવા જૂના ચેકોનો પણ દૂર ઉપયોગ કરી આડેધડ કેસો કરતા હોય છે તે ઓ સામે લાલબત્તી સમાન આ ચાર કેસોમાં હુકમ થવાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા નો મુદ્દો બન્યો છે.