DAHOD

ઝાલોદ તાલુકાના લીમડી ગામે મોટી ફળિયામાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યુ

તા.17.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડી ગામે મોટી ફળિયામાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનના આગળના દરવાજાને મારેલ તાળુ તોડી લોખંડની તિજાેરી તોડી તિજાેરીમાંથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, રોકડ મળી રૂપિયા ૧.૯૪ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે.

લીમડી નગરના મોટી ફળિયામાં રહેતા પુનાભાઈ ધનાભાઈ મોરી(માળી) ગત તા. ૩-૧-૨૦૨૩ના રોજ કોઈ પ્રસંગમાં હાજરી આપવા પોતાના ઘરે તાળુમારી પોતાના પરિવારજનો સાથે બહારગામ ગયા હતા અને બીજે દિવસે સવારે વહેરા ઘરે આવી ગયા હતા તે સમયગાળા દરમ્યાન લીમડીના મોરી ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ મોરી ફળિયામાં રહેતાભાઈ ધનાભાઈ મોરીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તે બંધ મકાનના આગળના દરવાજાને મારેલ તાળુ તોડી તસ્કરો મકાનમાં ઘુસ્યા હતા અને ઘરમાં લોખંડની તિજાેરી તોડી તિજાેરીના લોકરમાં મૂકેલ સોનાનો સેટ, સોનાનું કડું, સોનાની વીંટી, સોનાની બોરમાળા વગેરે મળી રૂપિયા ૧,૨૦,૦૦૦ની કિંમતના આસરે છ તોલા વજનના સોનાના દાગીના, ચાંદીના ઝુમકા, ચાંદીની ઝાંઝરી, ચાંદીના બે ભોરીયા તથા ચાંદીના તોડા મળી રૂા. ૪૯,૦૦૦ની કિંમતના આશરે ૧ કિલો ૩૦૦ ગ્રામ વજનના ચાંદીના જુના જાગીના તેમજ અરબન બેન્કના ચાંદીના સિક્કા તથા રૂા. ૨૫૦૦૦ની રોકડ મળી કુલ રૂપિયા ૧,૯૪,૦૦૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે ઘરધણી લીમડી મોરી ફળિયામાં રહેતા પુનાભાઈ ધનાભાઈ મોરીએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ડોગસ્કવોર્ડ તથા એફ.એસ.એલની મદદની માંગણી કરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!