RAMESH SAVANI

ચૂંટણીપંચે શું ભક્તિ જ કરવાની હોય છે?

ચૂંટણીમાં ટેકનિકલ કારણસર ઉમેદવારનું ફોર્મ રદ થાય તે બિલકુલ ઉચિત નથી. સામાન્ય રીતે સત્તાપક્ષના ઉમેદવારના ફોર્મમાં ખામીઓ હોય તો ચૂંટણી અધિકારી આંખ આડા કાન કરે છે ! જો વિપક્ષના/ અપક્ષના ઉમેદવાર હોય તો ફોર્મ રદ કરવામાં આવે છે !
થોડાં મુદ્દાઓ :
[1] આપણે કોઈ બેંકમાં લોન માટે જઈએ ત્યારે બધાં ડોક્યુમેન્ટ તપાસે, ખરાઈ કરે પછી લોન આપે.
[2]આપણે કોઈ જમીનનો દસ્તાવેજ કરવા જઈએ તો જમીન વેચનાર / ખરીદ કરનાર/ સાહેદોની રુબરુમાં સહી લેવામાં આવે છે. ફોટા લેવામાં આવે છે. બીજા ડોક્યુમેન્ટ તપાસવામાં આવે છે.
[3] લોકસભાની ચૂંટણી; બેન્કમાંથી લોન લેવા કરતા/ જમીન વેચાણ-ખરીદી કરતા ધણી જ અગત્યની છે. ફોર્મ સ્વીકારે ત્યારે જ બધી પૂર્તતા કરાવી લે તો વાંધો શું? શું ફોર્મ સ્વીકારનાર અધિકારીએ પપેટની જેમ કામ કરવાનું છે? તેમની કોઈ જવાબદારી જ નહીં?
[4] કોઈ ઉમેદવારનું ફોર્મ રદ થાય તે પહેલા તો ફોર્મ સ્વીકારનાર અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ ! આવી વ્યવસ્થા ઊભી કરતા ચૂંટણી પંચને શું બળ પડતું હશે? ચૂંટણીપંચે શું ભક્તિ જ કરવાની હોય છે?rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!