જુનેદ ખત્રી રાજપીપલા
ફોટો સ્ટોરી
નર્મદા જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો સામે આવ્યો છે વરસાદી સીઝનમાં નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે ઠેર ઠેર હરિયાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના આકાશી આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે વાદળોથી ઘેરાયેલ ગગન ચૂંબી સરદાર વલ્લભ ભાઈ પટેલ ની પ્રતિમા આસપાસ સાતપુડાની લીલી છમ પર્વત માળાઓ સાથે નર્મદાનું નીર પ્રવાસીઓ ને આકર્ષિત કરે છે