BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જીલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવીકે કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ (મીની ટ્રેક્ટર ૨૦ PTO HP સુધી, મીની રોટાવેટ, મીની કલ્ટીવેટર, મીની ટ્રેલર, મીની પાણીનું ટેન્કર), કાચા/પાકા તેમજ અર્ધ પાકા શાકભાજી મંડપ, હાયબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ફળ પાકોમા ઉત્પાદક વધારવાંનો કાર્યક્રમ(આંબા-જામફળ-કેળ અને પપૈયા) , ટીશ્યું કલ્ચરથી વાવેલ ખારેક, કમલમ, પપૈયા, દાડમ, વધુ ખેતી ખર્ચવાળા સુગંધીત પાકો, છુટા ફૂલ, દાંડી ફૂલ, કંદ ફૂલ, મસાલા પાકો, મધમાખી પાલન માટેના મધમાખી સમહુ (કોલોની)/હાઇવ/અન્ય સાધનનો પર સહાય , ખેતર પરનાં ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, નેટ હાઉસ, મલ્ચીંગ (આચ્છાદન), ક્રોપ કવર/ફ્રુટ કવર, વોટર સોલ્યુબલ ખાતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બાગયતી પકોમાં પેકીંગ મટીરીયલ્સ, મહીલા તાલીમાર્થીઓને વૂતિકા સહાય, કોલ્ડ સ્ટોરેજ ઇન્ડકશન/આધુનિકરણ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ, પ્રાઇમરી/મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, સોલાર ક્રોપ ડ્રાયર જેવા વિવિધ ઘટક માં લાભ લેવા માટે નવીન આઈ-ખેડૂતપોર્ટલ૨.૦(https://ikhedut.gujarat.gov.in) તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાલનપુર, બનાસકાંઠા ખાતે સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!