
દેડિયાપાડા ગારદા ગામના બંધ મકાનમાંથી તસ્કરો 1.53 લાખની મત્તા લઇને ફરાર થઇ ગયાં
w
તાહિર મેમણ – ડેડીયાપાડા 14/05/2025 – નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગારદા ગામમાં એક ફળિયામાં બંધ મકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. બંધ મકાનમાંથી તસ્કરો 1.53 લાખની મત્તા લઇને ફરાર થઇ ગયાં છે. નર્મદા જિલ્લામાં હાલમાં એક બાદ એક ચોરી ઘટનાઓ બની રહી હોવાથી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે.
દેવજી વસાવાએ ફરિયાદ મુજબ ગત 10મી ના રોજ સવારના તેઓ તથાપ્રવિણાબેન તેમજ એલ્વીનાબેનનાઓ સાથે નેત્રંગ ખાતે ચર્ચમાં તથા નેત્રંગ ખાતે આવેલ બીજા મકાનની સાફ સફાઇ કરવાનુ હોવાથી તેઓ નેત્રંગ ગયાં હતાં. બંધ મકાનનો દરવાજો તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ રૂમમાં મુકેલ પતરાની તિજોરીનો પણ દરવાજો કોઈ હથિયાર વડે તોડી અંદરના લોકરમા મુકેલ સોનાનો નેકલેશ, કાનની બુટ્ટી તથા સોનાની વીંટી, સોનાનો ઝુમ્મર તેમજ રોકડા રૂપિયા 2 હજાર મળી કુલ રૂપીયા 1.53 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.



