નર્મદા જિલ્લામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
25 સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસીસ્ટ ડૅ તરીકે આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવતી હોઈ છે જેના ભાગ રૂપે નર્મદા જીલ્લા પંચાયત ફાર્માસીસ્ટ મંડળ દ્વારા પણ નર્મદા જીલ્લાના તમામ ફાર્માસીસ્ટ ભેગા મળી વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોઈ છે આ વર્ષે પણ 25 સપ્ટેમ્બર 2024 ના રોજ નર્મદા પંચાયત ફાર્માસીસ્ટ મંડળ દ્વારા આયોજિત વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ની ઉજવણી નર્મદા જિલ્લાના તમામ ફાર્માસિસ્ટ મિત્રોએ અનોખી રીતે કરી.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામ માથાવાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કુલ 146 બાળકોને સ્કૂલ બેગ સાથે એજ્યુકેશન કીટ આપીને આદિવાસી બાળકોને ભણતરમાં મદદરૂપ થઈ તેમના ઉજળા ભવિષ્યની કામના કરવામાં આવી સાથે સાથે બાળકોમાં ભણતરની સાથે આરોગ્યની મહત્તા બતાવી ભવિષ્યની પેઢીમાં સંસ્કારો ના બીજ રોપવાની ઉમદા કામગીરી નર્મદા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ મંડળ દ્વારા કરવામાં આવી.