પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ ” નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા” એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.*

*પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ ” નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા” એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.*
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારના રોજ પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી શરૂ થયેલું આ અભિયાન છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 શાળાના 2 લાખ બાળકો 6 લાખ વેસ્ટ બોટલ ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓ દ્વારા 2 લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ 8 લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ India Book of Records માં કરવામાં આવી છે.
આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે ના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઈકો-બ્રિક્સ પૂરતું સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. અમારી નરસીંગપુર પ્રા શાળામાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાંના બદલે માચીસનું ખોખું ભરીને અનાજ લાવી શાળાના ચબુતરા માટે અક્ષયપાત્રમાં જમા કરાવે છે અને પક્ષીઓને ખવડાવે છે. સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બાંધવા, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અમારી શાળાના એવોર્ડી શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મિનેષ પ્રજાપતિ, વાર્તાનો વડલો પ્રાથમિક શાળા, કપડવંજ તથા અનિલ રોહિત, દોસ્ત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા *“પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો”* નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.


