GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકોએ તા.૧૨ જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાધાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડીંગ કેસો મૂકી શકાશે

તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેદ્રનગર જિલ્લામાં ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશના કે. આર. ઉપાધ્યાય તથા સેક્રેટરી આર. જી. મનસુરીના માર્ગદર્શન હેઠળ તા.૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ જિલ્લા મથક તથા તાલુકા મથકની તમામ કોર્ટોમાં “રાષ્ટ્રીય લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલતમાં ફોજદારી સમાઘાન લાયક કેસો, નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ (ચેક રિટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો જેવા કે, ભાડું, સુખાધિકારના કેસ, મનાઈ હુકમના દાવા, કરાર પાલનનાં દાવા, અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે આ ઉપરાંત જે લોકોએ ઈ-મેમોનો દંડ ભરેલ નથી તેવા વાહન ચાલકો વિરૂદ્ધના કેસ તા.૧૨ જુલાઈના રોજ યોજાનાર લોક અદાલતમાં પ્રિ-લીટીગેશન કેસો તરીકે મુકવામાં આવ્યા છે જેના દંડની રકમ નેત્રમ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રૂબરૂમાં પણ સ્વીકારવામાં આવે છે જે પક્ષકારો પોતાના કેસ આગામી લોક-અદાલતમાં મૂકવા માંગતા હોય, તેઓ પોતાના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરીને કાર્યવાહી કરી શકે છે આગામી યોજાનારી લોક-અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ થાય અને પક્ષકારોને તેનો મહત્તમ લાભ મળે તે હેતુથી નાગરિકોને સમયસર કેસો દાખલ કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની વધુની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!