વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.13: તાજેતરમાં મુંદરા તાલુકા પંચાયત હોલ ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત બાળ વિકાસ યોજના ઘટક મુંદરા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને પોષણ માસની ઘટક કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટિસ ડૉ. યુ.એન. ટાંક, કૃષિ વિસ્તરણ વિભાગના વિષય નિષ્ણાંત ડૉ. યશવંત પટેલ, બાગાયત વિભાગના વિષય નિષ્ણાંત જયદીપ ગોસ્વામી, આરોગ્ય વિભાગના સુપરવાઈઝર કમળાબેન ફફલ, મહિલા બાળ અધિકારીની કચેરીના પૂજાબેન પરમાર, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. આશાબેન ગોર અને તમામ આઈ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.કાર્યક્રમમાં પોષણ અદાલત, નાટક, પોષણ ગરબા, આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા પોષણ વેશભૂષા, કિશોરીઓ દ્વારા પોષણ રંગોળી અને કાર્યકર બહેનો દ્વારા પોષણ વાનગી પ્રદર્શન જેવી આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવેલ. કુપોષિત બાળકોને પોષણ કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોષ્ટીક નાસ્તો આરોગી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.