MORBI:મોરબીના ઘુંટુ ગામ પાસે બાપા સીતારામની મઢુલીનું દબાણ દુર કરતા ભક્તો માં રોષ જોવા મળ્યો




MORBI:મોરબીના ઘુંટુ ગામ પાસે બાપા સીતારામની મઢુલીનું દબાણ દુર કરતા ભક્તો માં રોષ જોવા મળ્યો

દુકાનો અને લારીઓના દબાણ દુર ન કરાતાં ન હોય અને ધાર્મિક દબાણ સામે કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ સાથે લોકોમાં નારાજગી

ઘૂંટુ ગામ નજીક બાપા સીતારામ ની મઢુલી આવી છે જ્યાં આજ મનપા ને દબાણ હોય તેવું લાગતા મંદિર ની આસપાસ ની દીવાલ તોડી પાડવાનું કામ શરૂ થઈ જતા ભક્તો માં રોષ જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે જે દબાણ હટાવવાની અરજીઓ કલેક્ટરમાં કરી છે તે દબાણ હટાવવાની કામગીરી મનપા કરશે નહીં અને મંદિર ની આસપાસ ની દીવાલ તોડી રહ્યું છે બાપા સીતારામ ની મઢુલી નજીક નવો રોડ પસાર થઈ રહ્યો છે જ્યાં આસપાસ દબાણો થઈ ગયા છે. ચોમાસા દરમિયાન રોડની બને સાઈડ વરસાદી પાણી ભરાઈ જાય છે જે તંત્ર ને લેખિતમાં ગ્રામ પંચાયતે જે તે સમયે અરજી કરી હતી પરંતુ ત્યાં હજુ સુધી દબાણો હટાવ્યા નથી અને મંદિર ની દીવાલ દબાણમાં આવતા જેસીબી થી તોડી પાડતા ક્યાંક ને ક્યાંક રોપ જોવા મળી રહ્યો છે અને મનપા ની કામગીરી પર અનેક સવાલો થય રહ્યા છે





