BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે ફુડ ડે ની ઉજવણી કરવામાં આવી

9 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે તારીખ 06/02/ 2025 ના રોજ ફુડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ નાસ્તાના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. સ્ટોનની અંદર વિવિધ નાસ્તાની વાનગીઓ જેવી કે ભૂંગળા- બટાકા ,પૌવા અને ચા, દાબેલી ,પકોડી વેઝ પુલાવ ,ચના જોર ગરમ અને લસ્સી રાખવામાં આવ્યા હતા જેનો લાભ કોલેજના વિદ્યાર્થીઓ તથા આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો હતો. આમ આ રીતે વિવિધ દિવસોની ઉજવણી કરીને આદર્શ કોલેજના વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન સપ્તાહની પુર્ણાહુતિ કરી હતી.
આમ કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો ના સહયોગથી સફળતાપૂર્વક ફૂડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!