નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી ભૂરાભાઈ શાહ ની નિયુક્તી થતાં ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ગુજરાત રાજ્યના શહેરો તથા જિલ્લાઓમાં ગુજરાત ભાજપા પ્રદેશ પાર્ટી દ્વારા જિલ્લા સંગઠન પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.ત્યારે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ફરી ભૂરાભાઈ ને નિયુક્ત કરવામાં આવતા ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલની સાથે સોશિયલ મીડિયામાં શુભેક્ષાઓની વણજાર જામી છે.
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાભાઈ શાહ છેલ્લા 5 વર્ષથી સમાજસેવાની સાથે સાથે ખંત પૂર્વક જવાબદારી નિભાવી જિલ્લામાં ભાજપના ગઢ ને મજબૂત કરવામાં અથાક પ્રયત્નો અને જિલ્લાનાં તમામ કાર્યકતાઓ આગેવાનો અને હોદ્દેદારો સાથે સુમેળ સાધી જિલ્લામાં ભાજપને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આજરોજ પાર્ટીના નિરીક્ષક જશવંતસિંહ ભામોર ની ઉપસ્થિતિમાં ભૂરાભાઈ શાહને ફરી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા જિલ્લા ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલ સર્જાયો હતો આ સાથે હાજર તમામ કાર્યકતાઓ તાળીઓના ઘડધડાટ ફુલહાર પહેરાવી શુભેક્ષાઓ પાઠવી હતી જ્યારે દિવસભર સોશ્યલ મીડિયામાં જિલ્લાનાં લોકો શુભેક્ષાઓ પાઠવી ખુશીઓ મનાવી હતી.