
નરેશપરમાર.કરજણ,

ચોરભુજથી સાંપા ગામને જોડતા નવીન રોડ પરના નાળા ઉપર ખાડા પડયા
કરજણ તાલુકાના ચોરભુજથી સાંપા ગામને જોડતા નવીન રોડ પરના નાળા ઉપર ખાડા પડયા
કરજણ તાલુકાના ચોરભુજથી સાંપા ગામને જોડતો ૩ કિલોમીટરનો નવો રોડ જે માત્ર ૩ મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, તે પહેલા જ વરસાદમાં તૂટી ગયો છે. આ રોડ પર આવેલા નાળાની બંને બાજુએથી ડામર રોડનું ધોવાણ થઈ ગયું છે અને નાળા ઉપરનો રોડ પણ ઉખડી જઈને ખાડા પડી ગયા છે. આ સ્થિતિ સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર સૂચવે છે, કારણ કે નાળું બનાવતી વખતે મેટલને બદલે માટીનું પુરાણ કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ આવે છે. આ જ કારણોસર વરસાદ પડતાંની સાથે જ રોડનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે. આ ઘટનાને કારણે સાંપા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.




