નવસારી: જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી દ્વારા દેહદાન કરવા અનુરોધ કરાયો….
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેહદાન કરનારા પરિવારને હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે-ડીનશ્રી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી*
નવસારી,તા.૦૫: જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી ખંભલાવ, પોસ્ટ-સુલતાનપુર, વાયા-અબ્રામા, તા. જલાલપોર, જિ.નવસારી ખાતે કાર્યરત છે. કોલેજમાં MBBSના અભ્યાસક્રમ પછી ઇન્ટર્નશીપ કરતા તબીબી વિદ્યાર્થીની સંખ્યા સાથે મળી કુલ ૬૦૦ તબીબી વિદ્યાર્થીઓ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી ખાતે અભ્યાસ પુરો કરશે. આ વિદ્યાર્થીઓને MBBSના અભ્યાસ દરમિયાન માનવ શરીરની રચનાનો અભ્યાસ અને સંશોધન માટે મૃત માનવ શરીરની જરૂરિયાત રહેતી હોય છે.
જેના માટે ડીનશ્રી તરફથી અખબારી યાદી મારફત દેહદાન કરવા અનુરોધ કરાયો છે. જે અનુસાર દેહદાન કોઇપણ વ્યક્તિ ઉમર, જાતિ, ધર્મના ભેદભાવ વગર દાન કરી શકે છે. દેહદાન કરનારાઓને તેમના મહાદાન બદલ અત્રેથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. દાન કરેલ દેહનો ઉપયોગ માત્રને માત્ર વિદ્યાર્થીના અભ્યાસ થતા માનવ સંશોધન માટે કરવામાં આવે છે. દાન કરેલ દેહને આદરપૂર્વક તથા કાળજી પૂર્વક સાચવવામાં આવે છે.
અત્યાર સુધીમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી ખાતે ૯ વ્યક્તિઓનું નવસારી શહેર અને નજીકના વિસ્તારમાંથી દેહ-દાન પ્રાપ્ત થયેલ છે. પરંતુ NMC (રાષ્ટ્રીય આયુવિજ્ઞાન આયોગ) અનુસાર દર વર્ષે ૧૦ દેહદાનની જરૂરિયાત રહે છે. દેહદાન માટે ડિક્લેરેશન ફોર્મ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, આટ-ખંભલાવ, નવસારી ખાતે ભરી શકો છો. અને દેહદાન માટે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, આટ-ખંભલાવ નવસારી ખાતે ડીન/એનાટોમી વિભાગનો સંપર્ક મોબાઇલ નં.૭૭૭૭૯૫૦૬૫૫, ફોન નં.૦૨૬૩૭-૨૯૯૬૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.



