GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari:નવસારીના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે એપલ કંપનીનો મોબાઈલ લેતા એસીબીના છટકામા ઝડપાયા

નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરને નવુજ લોન્ચ થયેલું એપલ કંપનીનો મોંધુ ધૂત મોબાઈલ લાંચ પેટે લેવાનું ભારે પડ્યું..

વાત્સલ્યમ સમાચાર
     નવસારી

નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરને નવુજ લોન્ચ થયેલું એપલ કંપનીનો મોંધુ ધૂત અધધ રૂ.૧,૪૪,૯૦૦ ની કિંમતનો મોબાઈલ લાંચ પેટે લેવાનું ભારે પડ્યું..

નવસારી જીલ્લામાં આવેલ ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે પોલીસ વિભાગમાં નોકરી કરતા દિનેશભાઇ જમનાદાસ કુબાવતે અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવેલ અને તમારે છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરેલ. પરંતુ ફરીયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદ આધારે આજરોજ એ.સી.બી. ટીમે લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર, નાઓએ રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ સ્વીકારતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ ટેપિંગ કામગીરીમાં નવસારી એસીબી પોલીસના પીએસઆઇ બી.ડી.રાઠવા સહિતની ટિમ તેમજ એસીબી સુરતના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી સફળ કામગીરી કરી હતી

Back to top button
error: Content is protected !!