THARADVAV-THARAD

થરાદમાં કરોડોના દારૂ પર બુલડોઝર ફર્યું,પરંતુ શ્રમિકોની સુરક્ષા પર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ કરોડો રૂપિયાના ભારતીય બનાવટી વિદેશી દારૂ તથા દેશી દારૂના જથ્થાનો આજે ખોડા બોર્ડર પાસે વહીવટી તંત્ર અને પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો જોકે આ કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનોના અભાવે અનેક કામદારો અને જીઆઈડી (GID) જવાનોના જીવ જોખમમાં મુકાયા હોવાની ગંભીર વિગતો સામે આવી છે અધિકારીઓની હાજરીમાં જ સુરક્ષાના ધજાગરા દારૂના નાશની આ પ્રક્રિયા થરાદ ડીવાયએસપી થરાદ પ્રાંત અધિકારી તથા ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ની સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી નિયમ મુજબ કાચની બોટલો અને જોખમી કેમિકલયુક્ત દારૂનો નાશ કરતી વખતે ત્યાં કામ કરતા લોકો માટે હેન્ડ ગ્લવ્સ, ગમબૂટ અને હેલ્મેટ જેવા સુરક્ષા સાધનો હોવા અનિવાર્ય છે પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી શ્રમિકો અને જવાનો હાથો માં લોહી નીકળતો જોવા મળ્યું હતું આ કામગીરીમાં રોકાયેલા જીઆઈડીના જવાનો અને અન્ય મજૂરો પાસે પગમાં પહેરવા માટે મજબૂત બૂટ કે હાથના મોજા જેવી કોઈ વ્યવસ્થા ન હોતી પરિણામે દારૂની બોટલો ફોડતી વખતે કાચ ઉડવાથી અને બોટલો ના તીક્ષ્ણ ટુકડાઓ વાગવાથી કેટલાક જવાનોને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ભરબપોરે અધિકારીઓની હાજરીમાં જ ગરીબ શ્રમિકોના જીવ સાથે આ રીતે ખીલવાડ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર સામે ઉઠતા વેધક સવાલો કરોડોનો દારૂ પકડતી પોલીસ શ્રમિકો માટે રૂ. ૫૦૦ ના સુરક્ષા સાધનો કેમ ન લાવી શકી ઉચ્ચ અધિકારીઓની હાજરી હોવા છતાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કેમ કરવામાં આવ્યું જો કોઈ જવાનને કાચ વાગવાથી ગંભીર ઈન્ફેક્શન કે ઝેરી અસર થાય તો તેની જવાબદારી કોની શું તંત્ર માટે માનવ જીવ કરતા માત્ર દારૂનો નિકાલ કરવો જ વધુ મહત્વનો છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!