GUJARATNAVSARIVANSADA

Navsari: વાંસદા મહિલા પોલીસ ટીમે પોતાની બચત રકમમાંથી અનાથ દિકરીઓને જરૂરી વસ્તુઓ પુરી પાડી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના વાંસદા મહિલા પોલીસની ટીમે પોતાની બચતની રકમમાંથી અનાથ દીકરીઓને જીવનજરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ આપવામાં આવતા અનાથ દિકરીઓમાં હર્ષના આંસુ છલકાયા હતા.
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા સંવેદનશીલ અભિગમ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું જે અનુસંઘાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એસ.કે.રાય દ્વારા પણ માર્ગદર્શન અપાયું હતું. જે અન્વયે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વુ.હે.કો.રેખાબેન નવીનભાઇ તથા વુ.હે.કો.સ્વાતીબેન સુરેશભાઇનાઓની પોલીસ ડીર્પાટમેન્ટમાં દસ વર્ષની ફરજ પુર્ણ થવાની ખુશીમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતી તમામ મહિલા પોલીસ કર્મચારીઓએ પોતાની બચતમાંથી રકમ એકઠી કરી વઘઇ ખાતેના બાળ ઉછેર કેન્દ્રમાં માતા-પિતા-પરિવાર વગર રહેતી ૨૦ જેટલી આદિવાસી નાનકડી દિકરીઓને શિયાળાની ઠંડીને ધ્યાને રાખી ગરમ જેકેટ,મોજા,ચંપલ,પેન-પેન્સીલ,ન્હાવા ધોવાના સાબુ, શેમ્પુ,ટુથબ્રશ,ટુથપેસ્ટ,હાથરૂમાલ,પાઉડર સહિતની ચીજ વસ્તુઓની કીટ પુરી પાડેલ હતી. તથા આ સાથે વાંસદા પોલીસ ટીમ દ્રારા સદર બાળ ઉછેર કેન્દ્ર ખાતે રહેતી આદિવાસી દિકરીઓ કરન્ટ અફેર્સ સમાચારો,આધુનિક જ્ઞાન વિજ્ઞાન તથા ગુજરાત અને કેન્દ્ર સરકારશ્રીની વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓથી માહિતગાર રહી દુનિયા સાથે જોડાયેલી રહી શકે તે માટે એક કલર ટી.વી.તથા ડીશ કનેકશનની વ્યવસ્થા પણ કરી આપી હતી.
આમ વાંસદા પોલીસ ટીમ દ્રારા પરિવાર વગર ઉછરતી આદિવાસી નાની દિકરીઓને મદદરૂપ થઇ સાચા અર્થમાં ગુજરાત પોલીસના “સેવા-સુરક્ષા-શાંતિ”ના સુત્રને સાર્થક કરતી સરાહનીય કામગીરીને  ગ્રામજનોએ બિરદાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!