KHERGAMNAVSARI

ખેરગામ કોલેજનો ૩૩મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી સાથે યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

oppo_0

તા. 19/02/2026, ખેરગામ સરકારી વિનયન, વાણીજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નિમિત્તે ગુરુવારે ૩૩મો વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ સમારંભ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી-વાલી સંમેલન ભવ્ય રીતે યોજાયો હતો. આચાર્યશ્રી ડો. સંજયકુમાર એમ. પટેલના નેતૃત્વ હેઠળ સવારે ૧૦:૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વંદે માતરમ્ અને સરસ્વતી વંદનાથી કાર્યક્રમને ભવ્યતા મળી હતી.સમારંભ માટે (આદિજાતિ વિકાસ, શ્રમ, કૌશલ્ય અને રોજગાર) વિભાગના માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ અધ્યક્ષ તરીકે આમંત્રિત હતા, પરંતુ ગુજરાત વિધાનસભાની બજેટ બેઠકને કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમણે આગલા દિવસે આચાર્યશ્રી સાથે વાતચીત કરી સમગ્ર કોલેજ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રીમતી લીનાબેન અમદાવાદી (ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત ખેરગામ) અને ઉદ્ઘાટક તરીકે ડૉ. ઇન્દ્રા વત્સ (ક્યુરેટર – લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર) ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાનોમાં ડૉ. વાય.જે. મિસ્ત્રી, શ્રી રાજેશભાઈ આર. પટેલ (પ્રમુખશ્રી, ખેરગામ તાલુકા પંચાયત), શ્રી ભીખુભાઈ આહીર (માજી જિલ્લા પંચાયત પ્રમુખ), શ્રી લિતેશભાઈ ગાંવિત (તાલુકા પ્રમુખ, ભાજપા ખેરગામ), શ્રી પ્રશાંતભાઈ આઈ. પટેલ (નવસારી જિલ્લા ભાજપા આદિવાસી મોરચા મહામંત્રી), શ્રી વિજયભાઈ રાઠોડ, શ્રી શૈલેષભાઈ ટેલર, શ્રી ચેતનભાઈ પટેલ, સુરજભાઈ પટેલ (યુવા કાર્યકર), શ્રી ચુનીભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ સી. પટેલ (વાલી પ્રતિનિધિ), શ્રી દીપેશભાઈ પટેલ (વી.એસ. પટેલ કોલેજ, બીલીમોરા), ખેરગામ પોલીસ સ્ટેશનની પીઆઈ પિનલબેન ચૌધરી તથા IQAC પરિવારના પ્રતિનિધિઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આચાર્યશ્રીએ વાર્ષિક અહેવાલ રજૂ કરી કોલેજની શૈક્ષણિક, ક્રીડા, સાંસ્કૃતિક તથા એન.એસ.એસ. ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. મહેમાનોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો, ટ્રોફીઓ, મેડલ તથા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા.વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, લોકનૃત્ય, ડાંગી નૃત્ય, મરાઠી નૃત્ય, રાજસ્થાની નૃત્ય અને નારી શક્તિ આધારિત કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું. ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ વિદ્યાર્થીઓની પ્રતિભાને વધાવી હતી.મુખ્ય મહેમાનશ્રીઓએ પોતાના વક્તવ્યોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. વાલી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્યશ્રી, પ્રાધ્યાપકમંડળ, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. ધ્વનિ દેસાઈ અને ડો. પ્રફુલ કુરકુટિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ પ્રા. જિગર પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!