નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ શહેરના પૂર્ણા નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધર્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિરાવળ ખાતે પૂર્ણા નદીના કિનારે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. નદીની પવિત્રતા જળવાઈ રહે અને પર્યાવરણ સ્વચ્છ રહે તે હેતુથી યોજાયેલા આ અભિયાનમાં અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું.
અભિયાન દરમિયાન નદી કિનારેથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક તથા અન્ય કચરો દૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત બન્યો હતો. પૂર્ણા નદી નવસારીની જીવનરેખા હોવા કારણે તેની સ્વચ્છતા જાળવવી અત્યંત આવશ્યક છે.
મહાનગરપાલિકાના આ પ્રશંસનીય પ્રયત્નથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે. આ સાથે જ શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે નદીમાં કચરો ન નાંખે અને “સ્વચ્છ નવસારી, સુંદર નવસારી”ના સંકલ્પને સાકાર બનાવવા સહયોગ પૂરતો આપે.
આ અભિયાન શહેરને સ્વચ્છ અને હરિત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.


