CHIKHLINAVSARI

નવસારીના ચીખલી પોલીસની મોટી કાર્યવાહી: અંબાચ ગામે રેડમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ દ્વારા અંબાચ ગામે દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે પોલીસે કિરણભાઈ રતીલાલ પટેલના રહેણાંક મકાનમાં રેડ પાડી કુલ ૩૦ બોક્સ અને ૧૮ પ્લાસ્ટિક બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (વ્હિસ્કી) અને ટીન બિયર મળી કુલ ૧૫૩૪ નંગ જેટલો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. ૨.૬૫ લાખથી વધુ ગણાઈ રહી છે.

પોલીસે આ મામલે કિરણભાઈ પટેલ તેમજ સુભાષભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ સુભાષભાઈએ દારૂનો જથ્થો સંતાડવા માટે આપ્યો હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ હાલ વોન્ટેડ જાહેર કરાયા છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. પટેલીયા અને તેમની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!