KHERGAMNAVSARI

ખેરગામ પોલીસ સ્ટેશનના એએસઆઇ સુમન આહીરને લાગણીસભર વિદાય અપાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એએસઆઇ સુમનભાઈ સુખાભાઈ આહીરને તેમની નિવૃત્તિ નિમિત્તે લાગણીસભર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના નિષ્કલંક, પ્રામાણિક અને શિસ્તબદ્ધ સેવાકાળને બિરદાવી ભાવભીની શુભેચ્છાઓ પાઠવી હતી.ચીખલી તાલુકાના દોણજા-આહીરવાસના વતની સુમનભાઈ સુખાભાઈ આહીર વર્ષ ૧૯૯૬માં ધોરણ-૧૦ પાસ કર્યા બાદ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. આશરે ૩૦ વર્ષના સેવાકાળ દરમિયાન તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. છેલ્લા ચાર વર્ષથી ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતાં નાયબ પોલીસ અધિક્ષક ચીખલી, પીઆઈ પિનલ ચૌધરી, પીએસઆઈ હેમંત પટેલ, જયદીપ ચાવડા, ગુણવંત વાનખેડે, ભરતભાઈ, હિતેશભાઈ, કમલેશ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ સુમનભાઈને આગામી નિવૃત્ત જીવન ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે વિતાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!