KHERGAMNAVSARI

પીપલગભાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

પીપલગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલગભાણ ખાતે તા. 25/06/2026ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, નાયબ પોલીસ અધિકારી શ્રી બી.ડી. ગોહિલ (ચીખલી), બાબુભાઈ પ્રજાપતિ, લાયઝન અધિકારી શ્રી યોગેન્દ્રસિંહ પરમાર તથા અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ-9 અને ધોરણ-11માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત પ્રગતિ કરવા પ્રેરણા આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ દરમિયાન NMMS, જ્ઞાનસાધના સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમજ 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ “સ્વાસ્થ્ય અને પર્યાવરણ” વિષય પર વક્તવ્ય રજૂ કરી જાગૃતિનો સંદેશ આપ્યો હતો. બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રોડ સલામતી અંગે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ રીયા પટેલ અને તનુજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના ઉત્કૃષ્ટ સંચાલન બદલ શાળાના આચાર્યશ્રી દર્શનભાઈ દેસાઈએ અભિનંદન પાઠવી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!