NAVSARINAVSARI CITY / TALUKO

GSETમાં ઇતિહાસ, વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ અને ક્રિકેટમાં વિજય: નવસારીના ત્રણ યુવાનોનું સન્માન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનાર ત્રણ તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને ક્રિકેટ ક્ષેત્રે ગૌરવ વધારનાર યુવાનોને બિરદાવવામાં આવ્યા હતા.

GSET પરીક્ષામાં 300માંથી 280 ગુણ મેળવી ઇતિહાસ રચનાર ખેરગામના શામરા ફળીયાના હેમ નરેશભાઈ પટેલ, 43 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં 118 કિલોગ્રામ વજન ઉપાડી સુવર્ણચંદ્રક જીતનાર ઘેજ ગામની ભૂમિ હેમંતભાઈ પટેલ તેમજ છત્તીસગઢ ખાતે ગુજરાતની ટીમને ભવ્ય વિજય અપાવનાર પેલાડી ભૈરવીના કેપ્ટન આર્યન રણજીતભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો મુકેશ પટેલ, રાકેશ પટેલ, અનિલ પટેલ, કમલ પટેલ, જીજ્ઞેશ પ્રધાન, લેષ પટેલ, હિતેશ પટેલ (વેણ ફળીયા), તિલક પટેલ, કાર્તિક પટેલ, ભાવેશ પટેલ, ભાવિન પટેલ, દલપત પટેલ, બ્રિજેશ, શેખર, શશીન, દાનેશ, કેતન, પ્રતીક સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોતાના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતા હેમ પટેલ ભાવુક બન્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. યુવાનોએ વ્યસનમુક્ત રહી ફિટનેસપ્રેમી બનવાની સાથે મહેનત અને સંઘર્ષના માર્ગે આગળ વધવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ તેજસ્વી યુવાનોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી તેમની સિદ્ધિઓને સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

Back to top button
error: Content is protected !!