
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મહાપ્રસાદ સાથે વાંસદામાં ખોડલધામ દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી**
શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ રથ પરિભ્રમણ વાંસદા ખાતે પધારતા સમગ્ર નગરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. સદળફળ જકાતનાકા પાસે સમસ્ત પાટીદાર સમાજના અગ્રણીઓ, બહેનો તથા મોટી સંખ્યામાં સમાજજનો દ્વારા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય ખોડલના ગગનભેદી નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
ત્યારબાદ માતાજીનો રથ વાંસદા નગરમાં પરિભ્રમણ કરી શ્રી પ્રતાપ હાઈસ્કૂલના કેમ્પસ ખાતે પહોંચ્યો હતો, જ્યાં ભવ્ય ગરબા અને માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
તાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માતાજીની આરતીનો પ્રથમ લાભ વાંસદાના મહારાજા સાહેબે લીધો હતો. ત્યારબાદ સમાજના અગ્રણીઓ તથા બહેનોએ આરતી કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ પાટીદાર સમાજ દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટીદાર સમાજ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત અને પદ્ધતિસર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે સમાજના યુવાનો, અગ્રણીઓ તથા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.




