NAVSARINAVSARI CITY / TALUKO

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, નવસારી દ્વારા જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરાયું.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગરના

સંયુકત ઉપક્રમે નવસારી જિલ્લામાં દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર કુલ નંગ- ૮ અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ કુલ નંગ-૨૮ સાધનનું વિતરણ કર્યુ હતુ. આ સાધનો મળવાથી દિવ્યાંગોની

ગતિશીલતામાં વધારો થશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે.

આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ દિવ્યાંગ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દિવ્યાંગોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે. આ આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. જોયસ્ટિક વ્હીલચેર મોટરાઈઝડ ટ્રાઈસિકલની મદદથી દિવ્યાંગજનો હવે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે, જે તેમના શિક્ષણ અને રોજગાર મેળવવાના પ્રયત્નોમાં પણ ખૂબ જ સહાયરૂપ સાબિત થશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ, તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!