KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સીબી ગર્લ્સ હાઇસ્કુલ અને તાલુકાની મલાવ પ્રા.શાળામાં ઉજવાયો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.

તારીખ ૨૮ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

આજ રોજ ભારતીય વૈજ્ઞાનિક સી. વી. રામન દ્વારા કરવામાં આવેલી”રામન ઇફેક્ટ”ની શોધને કારણે તે દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ કેળવણી પત્રક મંડળ સંચાલિત શ્રીમતી સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આજરોજ ૨૮ ફેબ્રુઆરી નાં દિવસે ધોરણ નવ ની વિદ્યાર્થીની નૈયા પરીખે વિજ્ઞાન વિશે પોતાનુ વક્તવ્ય સમજાવ્યુ અને આપણા જીવનમા કેટલુ મહત્વ છે તે સમજાવ્યુ હતુ જ્યારે બીજી બાજુ કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા.ઉપરાંત, વિજ્ઞાન સંબંધિત પુસ્તક પ્રદર્શન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોની માહિતી તથા વૈજ્ઞાનિક સી વી રામનના જીવન સંબંધિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દેશન પણ કરાવવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!